preloader

Welcome to L & C Mehta Arts College

Smt. L & C Mehta Arts College is managed by Gujarat Law Society (GLS), a premier educational group since 1927 which houses nearly 29 institutes colleges in diverse academic fields such as arts, commerce, law, management, computer applications and professional courses. GLS was founded by such luminaries as Shri Sardar Vallabhbhai Patel, Sheth Shri Kasturbhai Lalbhai and Shri Ganesh Mavlankar more than 90 years back.

Notice Board

Message From Administrative In-charge

નમસ્કાર!

અમારા માટે એ ખૂબ ગૌરવ અને આનંદની બાબત છે કે સને ૧૯૨૭થી GLS તરીકે જાણીતી ગુજરાતની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા ગુજરાત લૉ સોસાયટી દ્વારા શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કોલેજનું સંચાલન થઈ રહ્યું છે. GLSદ્વારા સંચાલિત ૨૯ જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં પૂર્વ પ્રાથમિક શાળાથી માંડીને વિનયન, વાણિજ્ય, પ્રબંધન, ઈન્ફર્મેશન ટેકનૉલોજી અને વિવિધ પ્રોફેશનલ કોર્સીસનું અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ આપતી ઉચ્ચ શિક્ષણની નામાંકિત સંસ્થાઓનો સમાવેશ થાય છે.

સને ૧૯૫૩થી અમારી આ સંસ્થા અનેકવિધે વિકસી રહી છે અને શિક્ષણ અને સમાજમાં આવેલ પરિવર્તનોની સાક્ષી બની રહી છે. વૈશ્વિક પડકારો અને અપેક્ષાઓને પંહોચી વળવા માટે અમે અમારામાં સતત પરિવર્તન આણતા રહ્યા છીએ. કોવિડ-૧૯ની મહામારી દરમિયાન આપણે અનિશ્ચિતતાઓ, બેચેની તથા ભયમાં ગરકાવ એવા અણધાર્યા અને સૌથી કઠિનતમ સમયખંડમાથી પસાર થઈ રહ્યા છીએ. તેમ છતાં આપણે ચિંતિત થવાની જરૂર નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે साविद्यायाविमुक्तये।ખરી વિદ્યા તે જ છે જે આવી તમામ નકારાત્મકતાથી આપણાં આત્માને મુક્તિ અપાવે.

તમામ કસોટીઓ અને પીડાઓ હંમેશા મહાન શિક્ષકો પૂરવાર થયા છે. તે આપણને વધારે મજબૂત બનવામાં મદદરૂપ થાય છે. આવા સિદ્ધાંતોમાં અડગ વિશ્વાસ રાખીને શૈક્ષણિક ક્ષેત્રે સર્જાયેલ આ નવીન પરિસ્થિતિ સાથે તાલ મિલાવવા અમે સખત પુરુષાર્થ કર્યો અને ડિજિટલ એજ્યુકેશન તથા વર્ચુઅલ લર્નિંગના વ્યાપ અને ઉપલબ્ધિ વધારવા અંગે અમે પ્રયાસો કર્યા. અમારા સમર્પિત અને પરિશ્રમી અધ્યાપકો અને કર્મચારીઓએ વિદ્યાર્થીઓની જરૂરિયાતો અંગે વધારે ધ્યાન આપીને ઓનલાઈન શિક્ષણ, ટેલિફોન દ્વારા શિક્ષણ, ઓનલાઈન શૈક્ષણિક સલાહ અને માર્ગદર્શન, ઓનલાઈન અને ટેલિફોનિક પરામર્શ વગેરે દ્વારા વિદ્યાર્થીઓના સફળ અભ્યાસને સુનિશ્ચિત કર્યો. અમને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ આવા તમામ અણધાર્યા પડકારો સામે અમે હકારાત્મક અને અડગ રહી શકીશું.

હું ઇચ્છું છું કે અમારા વિદ્યાર્થીઓ તેઓમાં રહેલી આંતરિક ક્ષમતાઓને ઓળખે, અનુભવે અને બીબાઢાળ જીવનશૈલીને બદલી નાખે. મારે તેઓને જણાવવું છે કે વિશિષ્ટ જ્ઞાનને પ્રાપ્ત કરવું અને તેને અદ્યતન કરવું આવશ્યક છે જ, પરંતુ કેટલીક બીજી બાબતો પણ એટલી જ આવશ્યક છે. જેમ કે, સ્ક્રીન ટાઈમ ઘટાડવો, સ્વસ્થ રહેવા માટે દરરોજ એકાદ કલાકની શ્રમભરી પ્રવૃત્તિઓ કરવી, પર્યાવરણની જાળવણી થાય તેવી જીવનશૈલી રચવી, પરિવાર, સમાજ અને રાષ્ટ્રને વફાદાર અને સમર્પિત બની રહેવું,જીવનને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે સમાજની સેવા કરવી. આ બધી બાબતો તેઓને સિદ્ધિના શિખરે બિરાજવામાં સહાય કરશે; તેઓમાં નૂતન સદગુણો અને ક્ષમતાઓ પ્રગટાવશે.

શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કોલેજના આદર્શો સહુને શાણપણ અને ગૌરવથી પુરસ્કૃત કરે તે જ અભ્યર્થના!

-ડો. બી.સી. પંચાલ
એડમિનિસ્ટ્રેટિવ ઈન્ચાર્જ