તા:13/8/2021
ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કોલેજ, અમદાવાદના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ આજે તા:13/08/2021 શુક્રવારની સવારે 9:00 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સામુહિક સ્વર્ણિમ દોડમાં જોડાયા હતા. કોરોના મહામારી અંગે સરકારશ્રીની માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે યોજાયેલી આ દોડમાં સહુએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સહુને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ઉપસ્થિત રહીને એસ. વી. આર્ટ્સ કોલેજના આચાર્ય ડો. જગદીશભાઈ ચૌધરીએ ધ્વજ લહેરાવી દોડનો શુભારંભ કરાવ્યો હતો.
75 વર્ષ પૂર્વે આઝાદ થયેલ માતૃભૂમિ ભારત દેશ વધુ શિક્ષિત, વિકસિત, સશક્ત અને આબાદ બને તે હેતુથી યુવાનોને પ્રેરિત કરવા કોલેજના એડમિનિસ્ટ્રટીવ ઇન્ચાર્જ શ્રી ડો. પંકજ શ્રીમાળીના નેતૃત્વ હેઠળ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત અનેકવિધ કાર્યક્રમોની શૃંખલાનું આ પ્રથમ સોપાન હતું.