શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટસ કોલેજમાં 78 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવા માટે તા. 13 અને 14 ઓગસ્ટ દરમ્યાન મહેંદી, વકતૃત્વ અને દેશભક્તિ ગીતોની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 મી ઓગસ્ટના રોજ સિટી કેમ્પસમાં શ્રી. સુધીરભાઈ નનાવતીના નેતૃત્વ હેઠળ ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર કોલેજ પરિવારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.