preloader

સ્વાતંત્ર દિવસની ઉજવણી

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ઉપક્રમે શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કૉલેજ અને ભગિની સંસ્થાઓમાં સ્વાતંત્ર દિવસની સંયુક્ત ઉજવણી
તા:15/8/2021

ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સિટી કોલેજ કેમ્પસમાં ગુજરાત લૉ સોસાયટી સંચાલિત શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કોલેજ અને ભગિની સંસ્થાઓમાં સ્વાતંત્ર દિવસની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી જેમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓના અધ્યક્ષો, અધ્યાપકો, અન્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉમંગભેર જોડાયા હતા. ધ્વજવંદન બાદ ગુજરાત લૉ સોસાયટીના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી સુધીરભાઈ નાણાવટીએ તેમજ GLS યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ભાલચંદ્ર જોશીએ પ્રસંગને અનુરૂપ પ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું. અંતે સહુએ સમુહમાં રાષ્ટ્રગાન કર્યું હતું.

આ પ્રસંગે જુદીજુદી ૨૦ ભાષાઓમાં અનુવાદિત થનાર ડો. રાજાલિંગમ લિખિત મૂળ અંગ્રેજી પુસ્તકના ગુજરાતી અનુવાદ વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત લૉ સોસાયટીના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી સુધીરભાઈ નાણાવટીએ તેમજ પુસ્તકનાં પરામર્શક તેમજ GLS યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ભાલચંદ્ર જોશી, ડો.દિનેશ પંચાલ અને ડો. ફરીદ શેખ જોડાયા હતાં. આ અનોખા અને ઉપયોગી પુસ્તકનો લાભ વધુમાં વધુ શિક્ષકો, વિદ્યાર્થીઓએ અને વાલીઓને પ્રાપ્ત થાય તે માટે સહુએ શુભેચ્છા પાઠવી હતી.

29.1