preloader

વકતૃત્વ સ્પર્ધા

શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કૉલેજમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ઉપક્રમે યોજાઈ વકતૃત્વ સ્પર્ધા
તા:27/8/2021

ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં “મારી દ્રષ્ટિએ આઝાદી” વિષયક એક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા વિદ્યાર્થીઓએ પોતાના માનનીય વકતવ્યોમાં માતૃભૂમિની આઝાદી કાજે સર્વસ્વ બલિદાન કરનારાં દેશભકતો પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરતાં સરસ વકતવ્યો રજૂ કર્યા હતા. વળી અવનવી સિદ્ધિઓનાં શિખરો સર કરાવી આઝાદ ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવાની તમન્ના પણ અનેકવિધે અભિવ્યક્ત કરી હતી. સ્પર્ધાનાં આરંભે તેમજ અંતે કોલેજના એડમિનિસ્ટ્રેટીવ ઈન્ચાર્જ ડો. પંકજભાઈ શ્રીમાળીએ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રની અસ્મિતાનું સિંચન કરતાં ઐતિહાસિક સંદર્ભો સાથે પ્રેરક ઉદબોધન કર્યું હતું. સમગ્ર વકતૃત્વ સ્પર્ધાનું સફળ સંચાલન અંગ્રેજી વિભાગનાં અધ્યક્ષા ડો. ક્ષિપ્રા પુરાણીએ કર્યું હતું. જ્યારે નિર્ણાયકો તરીકે ડો. બી. જે. અમીન તથા ડો. જયેશ માંડણકાએ સેવાઓ આપી હતી. પ્રા. વિક્રમ ચૌધરીએ આભારવિધિ કરી હતી. આજની વકતૃત્વ સ્પર્ધામાં નીચે મુજબના સ્પર્ધકો વિજેતા જાહેર થયા હતા.

  • રાકેશ ડાકોર સેમ-૫
  • અશ્વિની અત્તરદે સેમ-૫
  • નીરવ પ્રજાપતિ સેમ-૫
26.1