ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ કુસ્તી સ્પર્ધામાં પ્રથમ વિજેતા
શ્રીમતી એલ એન્ડ સી મહેતા આર્ટસ કોલેજમાં સેમેસ્ટર-4 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સોની અબ્દુલ્લાહ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ કુસ્તી સ્પર્ધામાં પ્રથમ વિજેતા થયા છે. વળી તેઓએ ગુજરાત યુનિવર્સિટીની ટીમમાં પસંદગી પામી ચૌધરી બંસીલાલ યુનિવર્સિટી, ભિવાની, હરિયાણા ખાતે યોજાયેલ અખિલ ભારતીય આંતર યુનિવર્સિટી રમતગમત સ્પર્ધામાં ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવાનું ગૌરવ પામ્યા છે. સમસ્ત કોલેજ પરિવાર તેમનું હાર્દિક અભિવાદન કરે છે.