તા:૧૩ જુલાઈ ૨૦૨૨ બુધવારના રોજ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે શ્રીમતી એલ એન્ડ સી મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમજ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. મંત્રગાન બાદ વિદ્યાર્થીઓ દ્વારા તમામ અધ્યાપકો તેમજ વહીવટી કર્મચારીઓ તથા સેવકભાઈઓનુ સવિનય બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાધ્યાપકો ડૉ. બાબુભાઈ અમીન અને ડૉ. જયેશભાઇ માંડણકા સાહેબ દ્વારા મનનીય પ્રાસંગિક વ્યાખ્યાનો રજૂ થયા. કોલેજના એડમિનિસ્ટ્રેટિવ ઇન્ચાર્જ ડૉ. પંકજભાઈ શ્રીમાળીએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં ગુરુ શબ્દની વિભાવના સ્પષ્ટ કરી કોઈપણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા માટે ગુરુની અનિવાર્યતા હોવા પર ભાર મૂક્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન
વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.